રાજકોટમાં પરિવારના 9 દિવ્યાંગ બાળકોને ઉછેરવા ભિક્ષા માગવા મજબૂર થયા માતા-પિતા

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જ્યારે કુદરત રૂઠે છે ત્યારે તેની સામે કોઈ પણ વ્યક્તિનું કઈ ચાલતું નથી. રાજકોટમાં એક પરિવારને કુદરતે તેમના ક્યા જન્મના પાપ સજા આપી છે, તે ખબર નથી પરંતુ આ પરિવારની પરિસ્થિતિ જોઈને કોઈની પણ આંખમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગે. આ કહેવાનું કારણ એ છે કે, રાજકોટના સાંઢિયા પુલ પાસે એક ઝુપડામાં રહેતા વૃદ્ધ દંપતીના નવ સંતાન મનોદિવ્યાંગ છે. તમામ સંતાનોના ભોજનની વ્યસ્થા કરવા માટે વૃદ્ધ દંપતી ભિક્ષાવૃતિ કરીને દીકરાઓના પેટ ભરે છે. વૃદ્ધ દંપતી તેમના નવ સંતાનોને સાકળેથી પણ બાંધીને રાખે છે.

એક રિપોર્ટ અનુસાર ગોંડલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાહેજા દ્વારા સન્ડે સ્લમ ડેની મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન દરમિયાન તંત્રને આ ગરીબ પરીવાર વિષે જાણકારી મળી હતી. સન્ડે સ્લમ ડેની મિશન અંતર્ગત ગરીબ લોકોની જરૂરીયાતો પૂર્ણ કરવામાં આવે છે. જે સમયે સન્ડે સ્લમ ડેની મિશનના અધિકારીઓ ગરીબ લોકોની મુલાકાત લઇ રહ્યા હતા ત્યારે તેમને સાંઢિયા પુલ પાસે ઝુપડું બનાવીને રહેતા રત્નાભાઈના પરિવારની મુલાકાત લીધી હતી.

આ પરિવારની મુલાકાત દરમિયાન સ્લમ ડેની મિશનના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, રત્નાભાઈ અને તેમના પત્ની દુધીબેનને નવ સંતાન છે. તેઓ પશુ લે-વેચનો ધંધો કરતા હતા પરંતુ હવે આ ધંધો ઠપ થવાના કારણે તેઓ ભિક્ષાવૃતિ કરીને તેમના બાળકોનું પેટ ભરે છે. તેમના 33 વર્ષથી લઇને 6 વર્ષના તમામ સંતાનો મનોદિવ્યાંગ છે.

વૃદ્ધ દંપતી તેમના સંતાનોને સાકળેથી બાંધીને રાખે છે કારણ કે, તેમના ઝુપડાની નજીકથી એક રેલવે ટ્રેક પસાર થાય છે. જેથી કોઈ સંતાન સાથે દુર્ઘટના ન બને અને તેમના સંતાનો કોઈને પણ ઈજાઓ ન પહોંચાડે. ઘણી વાર એવા કિસ્સાઓ બન્યા છે કે, મનોદિવ્યાંગ બાળકોએ કોઈને પથ્થર મારીને ઈજા પહોંચાડી હોય, તેથી રત્નાભાઈને લોકોની ખરીખોટી સંભાળવી પડતી હતી. એટલા માટે ન છૂટકે તેમને પોતાના સંતાનોને સાકળથી બાંધી રાખવાની ફરજ પડી હતી. પરિવારની આ હાલત જોઈએ રાજેન્દ્રસિંહ જાડેજાએ આ પરિવારને વધારેમાં સહાય મળી રહે તે માટેની રજૂઆતો કરી છે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •