નાગરિકતા બિલનો વિરોધ, વડાપ્રધાન મોદીએ કહ્યું- આસામના મારા ભાઈઓ-બહેનોએ ડરવાની કોઈ જરૂર નથી

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વડાપ્રધાને ટ્વીટ કરીને પૂર્વોત્તરમાં CABનો વિરોધ કરી રહેલા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

એજન્સી, નવી દિલ્હી

નાગરિકા સંશોધન બિલને લઈને આસામ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં જોરદાર હિંસક અથડામણો થઈ છે. આસામમાં કર્ફ્યૂનું ઉલ્લંઘન કરીને પણ લોકો જાહેરમાં હિંસા અને આગચંપી કરવા પર ઉતરી આવ્યા છે. આર્મીએ ટોળાને કાબૂમાં લેવા ફ્લેગમાર્ચ કરી છે. તમામ ગતિવિધિઓ વચ્ચે વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ટ્વિટર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને શાંતિની અપીલ કરતું ટ્વીટ કર્યું હતું. પીએમ મોદીએમે ટ્વીટમાં જણાવ્યું કે, નાગરિકતા સંશોધન બિલથી કોઈને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે. આસામના ભાઈઓ અને બહેનોને હું શાંતિ જાળવવા અપીલ કરું છું. પીએમ મોદીએ આસામીસ અને અંગ્રેજી ભાષામાં ટ્વીટ કર્યા હતા. વધુ એક ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, મારી સરકાર તેમજ હું આસામના લોકોના રાજકીય, ભાષાકીય, સાંસ્કૃતિક તેમજ જમીનના મૂળભૂત અધિકારોના બંધારણીય રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. આ બિલ પાસ થવાથ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું તમામને વિશ્વાસ અપાવું છું કે તમારી વિશિષ્ટ ઓળખ અને સુંદર સંસ્કૃતિ પર કોઈ તપાર નહીં મારી શકે.

આસામના લોકોને પીએમ મોદીએ આશ્વાસન આપ્યું

વડાપ્રધાને ગુરુવારે સવારમાં ટ્વીટ કરીને પૂર્વોત્તરના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમના હિતો સાથે હંમેશા ઊભી રહેશે. આસામના નાગરિકોને પરિશિષ્ઠ 6 હેઠળ મળેલા જમીનના બંધારણીય અધિકારની સુરક્ષા કરવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં પણ નાગરિક સુધારણા બિલ પસાર થતા હવે તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે. આ બિલમાં દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો છીવાઈ જવાની દહેશતથી પૂર્વોત્તરના આસામ અને ત્રિપુરામાં ભારે ઘર્ષણ જોવા મળે છે. લોકોએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ લેતા સીએમ અને મંત્રીઓના ઘરને નિશાન બનાવી ત્યાં હુમલા કર્યા છે. કેન્દ્રે સ્થિતિને કાબૂમાં લેવા માટે લશ્કરને ફ્લેગ માર્ચ કરવા આદેશ આપ્યો છે. આસામના 10 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આસામ અને ત્રિપુરામાં આગચંપીના સંખ્યાબંધ બનાવો બન્યા છે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •