ગુજરાતની ભાજપ સરકારના દિગ્ગજ મંત્રી ઈશ્વરભાઈ પર કરોડોની ગ્રાન્ટ સગેવગે કરવાનો આરોપ

Share
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

રાજ્યમાં નવજાત શિશુ બાળકોના મોતના આંકડા ચોંકવનારા આવી રહ્યાં છે જેને લઇને સરકાર સામે આક્ષેપો લાગી રહ્યાં છે ત્યાં સરકારના એક મંત્રી પર ગ્રાન્ટ ફાળવવાને લઇને આરોપ લગાવામાં આવ્યો છે. રાજ્યના મંત્રી પર ગ્રાન્ટ પંચાયતના બદલે એજન્સીઓને ફાળવી હોવાનો આરોપ લાગ્યો છે.

 • સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી ઈશ્વર પરમાર સામે આક્ષેપ
 • બનાસકાંઠામાં સુઇગામના સરપંચોએ ગ્રાન્ટને લઈ કર્યા આક્ષેપો
 • ઇશ્વર પરમારે ગ્રાન્ટ પંચાયતના બદલે એજન્સીઓને ફાળવી હોવાનો આક્ષેપ

રાજ્યના સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી ઈશ્વર પરમાર સામે ગ્રાન્ટને લઇ આક્ષેપ કરાયા છે. જેમાં બનાસકાંઠામાં સુઇગામના સરપંચોએ ગ્રાન્ટ ફાળવવાને લઇ આરોપ લગાવ્યાં છે. સુઇગામ તાલુકાની બે કરોડની ગ્રાન્ટ સગેવગે કરી હોવાનો મંત્રી પર આક્ષેપ છે.

સૂઇગામના સરપંચોએ આરોપ લગાવ્યો છે કે ઇશ્વર પરમારે ગ્રાન્ટ પંચાયતના બદલે એજન્સીઓને ફાળવી છે. સુઇગામ તાલુકાની બે કરોડની ગ્રાન્ટ સગેવગે કરી છે. ઇશ્વર પરમારે ગ્રાન્ટમાંથી 1.70 કરોડ અન્યને ફાળવી દીધા છે.

Source: title have been change


Share
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares