ઉમિયા ધામમાં એક હજાર કરોડ રુપિયાના ખર્ચે બનશે ભવ્ય મંદિર

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતના ઉમિયા ધામમાં એક હજાર કરોડ રુપિયાના ખર્ચે બનશે ભવ્ય મંદિર

100 મીટર ઉંચા મંદિરનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2020 શરુ કરવામાં આવશે

નવ ગુજરાતસમય, અમદાવાદ:

ગુજરાત ઉમિયા ધામમાં એક હજાર કરોડ રુપિયાના ખર્ચે 100 મીટર ઉંચુ ભવ્ય મંદિર નિર્માણ પામવા જઇ રહ્યું છે. પાટીદારોના આ વિશાળ અને ભવ્ય મંદિરનું નામ વિશ્વ ઉમિયા ધામ છે. આ વર્ષે મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી મંદિરનું નિર્માણ કામ શરુ થશે. આ માટે 26 ફેબ્રુઆરી 2020ના રોજ એક ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ, જૈન, બૌદ્ધ અને સિખ ધર્મના આચાર્ચ ભાગ લેશે.

આ મંદિરનું નિર્માણ કરી રહેલી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જણાવ્યું કે, દાતાઓ પહેલા જ 375 કરોડ રુપિયા દાન કરવાનું વચન આપ્યું છે અને જે પૈકી 100 કરોડ રુપિયાનું દાન મળી ચૂક્યુ છે. ફાઉન્ડેશનના સમન્વયક આરપી પટેલે જણાવ્યું કે 29 ફેબ્રુઆરીએ લગભગ એક લાખથી વધારે ભક્તો કાર્યક્રમમાં દેશ-વિદેશથી સામેલ થશે. મંદિર અને તેના પરિસરનું નિર્માણ કાર્ય પાંચ વર્ષમાં પૂરુ થશે. 

આ સંપૂર્ણ પરિયોજનનો ખર્ચ લગભગ 1 હજાર કરોડ રુપિયા થશે. દુનિયાભરના ભક્તો દાન આપી રહ્યા છે. ફાઉન્ડેશને નિર્ણય લીધો છે કે, મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ થાય એ દરમિયાન બધા જ ધર્મના લોકોને આમંત્રિત કરવામાં આવે, કારણ કે આ માત્ર પાટીદોરોનું જ મંદિર નથી સમગ્ર જગત જનનીનું મંદિર છે.  


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *