અમદાવાદી મહિલાએ જૂનાગઢમાં એક કારનો કાચ તોડી નાખ્યો પછી…

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઘણીવાર સોશિયલ મીડિયામાં કેટલાક યુવકો યુવતીઓને બદનામ કરવા માટે તેના ફોટા અપલોડ કરતા હોય છે, આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા પછી આરોપીઓની ધરપકડ થાય છે ત્યારે અમદાવાદની એક યુવતીની જૂનાગઢના કેટલાક ઇસમો સાથે કારના પાર્કિંગને લઇને તકરાર થઇ હતી અને આ દરમિયાન યુવતીએ યુવકની કારના કાંચ તોડી નાંખતા યુવકે યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા અને આ ફોટા પર કેટલાક લોકોએ અશ્લીલ કમેન્ટ પણ કરી હતી. આ સમગ્ર મામલે જ્યારે યુવતીને પોતાની સોશિયલ મીડિયામાં બદનામી થઇ હોવાનું જાણવા મળ્યું ત્યારે તેને અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ચાર યુવકો સામે ફરિયાદ દાખલ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી મમતા(નામ બદલ્યું છે) 25 ડિસેમ્બરના રોજ તેના પતિ, મામા અને મામી સાથે જૂનાગઢમાં ફરવા માટે ગઈ હતી. જે સમયે તેઓ જૂનાગઢના ભવનાથમાં આવેલા મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા, ત્યારે મમતાની કારની પાછળ અમિત નામના યુવકે પોતાની કાર પાર્કિંગ કરી હતી. મમતા પોતાની કાર પાસે આવી ત્યારે કાર નીકળી શકે તેમ હોવાથી મમતાએ ગુસ્સામાં આવીને અમિતની કારના કાંચ તોડી નાંખ્યા હતા.

આ ઘટનાને પગલે કાર માલિક અમિતે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મમતાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અમિતે મમતાના કેટલા ફોટાઓ અને વીડિયો ફેસબુકમાં આવા લોકો શું કરવું જોઈએ તેવા લખાણ સાથે એક પોસ્ટ અપલોડ કર્યા હતા. જેમાં કેટલા લોકોએ મમતા વિરુદ્ધ અશ્લીલ કમેન્ટ કરી હતી. આ બાબતે મમતાના મામીને જાણ થતા તેમને મમતાને કહ્યું હતું કે, તેના વિરુદ્ધમાં ફેસબુકમાં કેટલીક કમેન્ટ કરવામાં આવી હતી. તેથી મમતાએ આ બાબતે અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસે મમતાની ફરિયાદના આધારે રવાપરના અમિત કુંડારિયા, જીગર કાચરોલા, હસમુખ પટેલ અને ઇન્દ્રવંદન નામના યુવકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Surces:


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •