વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બેઠકમાં હોદ્દેદારોની વરણી, 29મી ફેબ્રુઆરીએ મા ઉમિયાના ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • પ્રમુખ તરીકે આર.પી. પટેલની સર્વાનુમતે વરણી
 • 7 જાન્યુઆરીએ વિશ્વભરમાં વસતાં પાટીદારોના ‘NRI સ્નેહમિલન’
 • 29 ફેબ્રુઆરીએ મા ઉમિયાના મંદિરનું ખાતમુહૂર્ત

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 7 જાન્યુઆરીનાં રોજ વિશ્વભરમાં વસતાં પાટીદારોના ‘NRI સ્નેહમિલન’નું આયોજન કરાયું છે. 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંકુલ ખાતે નિર્માણ પામનારા વિશ્વ કક્ષાના મા ઉમિયાના મંદિરનું ખાતમુહૂર્ત સાધુ-સંતો, સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં નવા નિમાયેલા પ્રમુખ આર.પી.પટેલે ભાવિ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સૌપ્રથમ તો મને જે જવાબદારી સોંપવામાં આવી છે, તેને માટે વિશ્વ ઉમિયાધામ માટે મદદ કરનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં તમામ દાતા-ટ્રસ્ટીઓનો હું આભાર માનું છું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક સામાજિક એમ્પાવર્મેન્ટ અને મા ઉમિયાના વિશ્વકક્ષાના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય થશે. જેનો હેતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોને એક વૈશ્વિક પ્લેટફોર્મના માધ્યમથી સમાજનાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા તેમજ સમાજનાં સર્વાંગી વિકાસ થકી વૈશ્વિક સમાજનાં નિર્માણનો છે.

તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં જે પણ પ્રોજેક્ટ બનશે, તેનો લાભ માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ સર્વ સમાજને મળી રહી તે માટેનો પ્રયાસ બની રહેશે. જેનાથી સમગ્ર વિશ્વમાં એક ઓળખ ઊભી થશે કે સંગઠિત સમાજ દ્વારા સર્વસમાજની સેવાનું ઉત્તમ કાર્ય થઈ શકે છે. સાથોસાથ જે વિશ્વ ઉમિયાધામ વિશ્વ વિખ્યાત મંદિર નિર્માણ પામશે તેની આધ્યાત્મિક ચેતના સાથે સર્વ સમાજનાં ઊર્ધ્વીકરણનું કાર્ય કરશે.

તેમણે જણાવ્યું કે શનિવાર, 29 ૨ફેબ્રુઆરી, 2020ના રોજ વિશ્વ ઉમિયા ધામ સંકુલ ખાતે નિર્માણ પામનારા વિશ્વ કક્ષાના મા ઉમિયાના મંદિરનું ખાતમુહૂર્ત થશે. જેમાં, વિશ્વભરમાંથી વિશાળ સંખ્યામાં પાટીદારો ઊમટી પડશે. આ ખાતમુહૂર્ત સાધુ-સંતો, સમાજનાં અગ્રણીઓની નિશ્રામાં થશે. ઉલ્લેખનીય છે કે આ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહાશિવરાત્રિએ ભૂમિપૂજન કરીને સમાજની સંગઠિત શક્તિને બિરદાવી હતી.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *